Friday, January 10, 2025
Homeરાજ્યહાલારચાર જુગાર દરોડામાં 10 મહિલા સહિત 23 પત્તાપ્રેમીઓ ઝડપાયા

ચાર જુગાર દરોડામાં 10 મહિલા સહિત 23 પત્તાપ્રેમીઓ ઝડપાયા

ખડખડનગર વિસ્તારમાંથી રૂા.28250 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે પાંચ શખ્સો ઝબ્બે : જામનગર શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ પાસેથી 6 શખ્સો તથા કાલાવડમાંથી સાત શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં ખડખડનગર વિસ્તારમાંથી સીટી બી પોલીસે પાંચ શખ્સોને રૂા.28250 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પાંચ શખ્સોને સીટી સી પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.14840 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકથી પાંચ મહિલા સહિત છ શખ્સો તિનપત્તિનો જુગાર રમતાં ઝડપાયા હતાં. સીટી-સી પોલીસે રૂા. 13160ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. કાલાવડ ટાઉનમાં કાશ્મિરપરા વિસ્તારમાં પાંચ મહિલા સહિત સાત શખ્સોને સ્થાનિક પોલીસે રૂા. 10270ની રોકડ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ખડખડનગર વિસ્તારમાં આઈડિયાના ટાવરની બાજુમાં આરોપી દેવજી ઉર્ફે દેવાના ઘરની બહાર તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે રેઈડ દરમિયાન દેવજી ઉર્ફે દેવો નરશી ગુજરાતી, કેતન સુખા ચૌહાણ, અનિલ કાળુ ગુજરાતી, ભરત કલ્યાણજી મકવાણા તથા રાજુ ઉર્ફે પાયલોટ નારણ સરવૈયા નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.28250 ની રોકડરકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

બીજો દરોડો, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રમેશ હાર્ડવેરવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે સાગર વેજા બેડીયાવદરા, સાગર રાજેશ નિમાવત, કેતન મુળદાસ રામાવત, નરેશ રાજશી ડાંગર તથા સંજય ધીરુ રંગપરા નામના પાંચ શખ્સોને રૂા.14840 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો જામનગર શહેરમાં સત્મય કોલોની અંડરબ્રિજ પાસે પરિવાર એપાર્ટમેન્ટની બાજુમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી પોલીસે રેઇડ દરમિયાન સંદિપ રાજેશ ગોપિયાણી તથા પાંચ મહિલાઓને રૂા. 13160ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો , કાલાવડ ટાઉનમાં કાશ્મિરપરા વિસ્તારમાં મેમણ કબ્રસ્તાનની દિવાલ પાસે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રજાક કાસમ શેખ, રમેશ કરશન કાનાણી તથા પાંચ મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા. 10270ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular