ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં રહેતાં યુવાને તેના ઘરે રાત્રિના સમયે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવની જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા બાલકૃષ્ણભાઈ ઉર્ફે કાનો વાલજીભાઈ મોકરીયા નામના 37 વર્ષના યુવાને ગત મંગળવાર તારીખ 25 મીના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે નરશીભાઈ ગોવાભાઈ મોકરીયાએ અહીંની પોલીસને જાણ કરી છે.