જામનગર શહેરના પ્રદર્શન મેદાનની દિવાલ પાસે જાહેરમાં સીક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા ત્રણ શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.11,161 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના પ્રદર્શન મેદાનની દિવાલ પાસે જાહેરમાં સીક્કા ઉછાળી કાટ-છાપ બોલી જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છગન ભીમા ભાંભી, ગોવિંદ ઉર્ફે કારીયો ખીમજી સીંધવ અને રમેશ કરશન મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.11,161 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.