કલ્યાણપુર તાલુકાના ભાટિયા વિસ્તારમાં ગઈકાલે છ થી સાત ઈંચ સુધીનો ભારે વરસાદ વરસી ગયો હતો. ત્યારે દ્વારકા હાઈ-વે પરના કાંઠે આવેલા બામણાસા ગામની સીમમાં રહેતા એક ખેડૂતના વાડી વિસ્તારમાં બાંધવામાં આવેલા ચાર બળદ પૂરના પાણીમાં ડૂબવા લાગતા આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સ્થાનિક પીએસઆઈ એમ.આર. સવસેટા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ આ સ્થળે દોડી ગઈ હતી અને પોલીસના તરવૈયાઓની ટીમ સાથે હેડ કોન્સ્ટેબલ સામતભાઈ ભાટિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, માલદેભાઈ દેથરીયા, જીઆરડીના જવાન મહાવીરસિંહ વાઢેર વિગેરે દ્વારા બળદને બચાવવા અંગેની નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
જેના પગલે પાણીમાં ડૂબતા બળદને છોડાવી અને સલામત સ્થળે બહાર ખેંચી લાવવામાં આવ્યા હતા. તંત્રની આ જહેમતથી ચાર અબોલ પશુઓના જીવ બચ્યા હત જેથી ખેડૂત પરિવારએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.