કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામની સ્કૂલની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સાત શખ્સોને રૂા.12,280 ની રોકડ રકમ અને ગંજીપના સાથે અને પોસીત્રામાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.12,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી સરકારી સ્કૂલની બાજુમાં બેસી અને જાહેરમાં ગંજીપતા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા શૈલેષ હરદાસ ભાટીયા, સાજા હરજુગ રૂડાચ, ગોવિંદ જેઠા ભાટીયા, દેવશી નગા કરંગીયા, ભકુ કાના કંડોરીયા, લગધીર શિવા ભાટીયા અને જીવા સીદા કરમુર નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂા. 12,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં ઓખાથી આશરે 28 કી.મી. દૂર પોશીત્રા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે જૂગાર રમી રહેલા રામ વશરામ તાવડીવાળા, ખીમજી જેરામ તાવડીવાળા, લાલજી માવજી તાવડીવાળા, ગોપાલ રણછોડ અરવિંદ જેરામ, મેહુલ દામજી અને સુલેમાન ઈશાક ચાવડા નામના સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 12,550 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.