Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપીઠડિયા ગામમાં તબિયત લથડતા શ્રમિક મહિલાનું મોત

પીઠડિયા ગામમાં તબિયત લથડતા શ્રમિક મહિલાનું મોત

હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : નવાનાગનામાં જીવજંતુ કરડી જતાં વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

કાલાવડ તાલુકાના પીઠડિયા-04 ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી મહિલાને એકાએક શ્ર્વાસ ચડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતાં વૃદ્ધને તેના ખેતરે ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અમનકુવા ગામના વતની અને કાલાવડ તાલુકાના પીઠડિયા 04 ગામની સમમાં આવેલા વિનોદભાઈ ગમડિયાના ખેતરમાં મજૂરી કામ કરતા લીલાબેન કાલેશભાઈ વાખલા (ઉ.વ.30) નામની મહિલાને ગત તા.17 ના રોજ તેણીના ઘરે એકાએક શ્ર્વાસ ચડતા તબિયત લથડવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ કાલેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતાં ધનજીભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.65) નામના વૃદ્ધ ગત તા. 15 ના રોજ સવારના સમયે ગામની સીમમાં આવેલા તેના ખેતરે ખેતી કામ કરતા હતાં તે દરમિયાન કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સોમવારે રાત્રિના સમયે વૃદ્ધનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સુરેશ દ્વારા જાણ કરાતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular