યુરોપમાં 2021થી ગરમી વધવાનો સીલસીલો ચાલુ થયો છે અને અહી તાપમાન હવે 40થી45 ડિગ્રી સુધી પહોંચે તે સામાન્ય બનવા લાગ્યું છે. તેમાં ફ્રાન્સ, પોલેન્ડ, સ્પેન અને ગ્રીસ સહિતના દેશો ઉમેરાયા છે. 2003માં યુરોપમાં ભીષણ ગરમી પડી હતી અને 70000થી વધુ લોકોના જીવન ગયા હતા તો 2022માં 62000 લોકોના ગરમી અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓ-શારીરિક અક્ષમતાઓના કારણે મોત થયા છે. આ વર્ષે હવે ગરમી વધવા લાગી છે. જેની સીધી અસર ટુરીસ્ટ સીઝન પર પણ પડી છે અને વેનિસમાં જે જળમાર્ગો માટે જાણીતું હતું તેમાં પણ હવે ભારે ગરમીએ આ માર્ગો પર બોટ નહી મોટરો દોડી રહી છે.