આવતીકાલથી અધિક માસનો પ્રારંભ થઇ રહ્યો છે. અધિક માસમાં ભગવાનની પૂજા, અર્ચનાનું અધિક મહત્વ હોય છે. કહેવાય છે કે, આ માસમાં પૂજાક રવાથી અધિક ફળ મળે છે. લોકો ખૂબ ઉત્સાહથી અધિક માસની રાહ જોતા હોય છે. જયારે આવતીકાલથી પુરૂષોત્તમ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે જામનગરના પુરૂષોત્તમ ભગવાનના મંદિરને શણગારવામાં આવ્યું છે. જામનગરમાં પુરૂષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે જયાં આમ તો શ્રધ્ધાળુઓ દર્શને જતાં હોય છે પરંતુ અધિક માસમાં આ મંદિરે ભકતોનું ઘોડાપુર આવે છે. અધિક માસ શરૂ થતાં જ લોકો ભગવાનના દર્શનાર્થે આવે છે ત્યારે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજુબાજુમાં આવેલ શેરીઓમાં પણ લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તેમજ ભગવાનને પણ રોજ જુદા-જુદા શણગારોમાં દર્શન કરાવવામાં આવે છે.