Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી મોબાઇલ ચોરીમાં સંડોવાયેલો તસ્કર ઝડપાયો

જામનગરમાંથી મોબાઇલ ચોરીમાં સંડોવાયેલો તસ્કર ઝડપાયો

ખંભાળિયા નાકા બહારથી પોલીસે દબોચ્યો : રૂા.27 હજારના 12 મોબાઇલ ફોન કબ્જે

- Advertisement -

જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર તસ્કર ચોરાઉ મોબાઇલ વેંચવાની પેરવી કરતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.27 હજારની કિંમતના 12 નંગ મોબાઈલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર શિવ હરી ટાવર પાસે તસ્કર ચોરાઉ મોબાઇલ વેંચવાની પેરવી કરતો હોવાની પો.કો. રવિ શર્મા અને હેકો દેવાયત કાંબરીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી એમ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી સંજય ભીમજી મકવાણા (રહે.ઢીચડા રોડ, સેનાનગર) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.27,000 ની કિંમતના 12 નંગ મોબાઇલ મળી આવતા પોલીસે શક પડતી મિલકત તરીકે મોબાઇલ ફોન કબ્જે કરી સંજયની પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular