Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજાહેરનામા ભંગ સબબ ત્રણ સામે કાર્યવાહી

જાહેરનામા ભંગ સબબ ત્રણ સામે કાર્યવાહી

ખંભાળિયામાં નવા નાકા વિસ્તારમાં ન્યુ આરઝુ હોટલ ધરાવતા બસીર આદમભાઈ સંધીએ પોતાની હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાડતા તેમજ સલાયાના શફી ઢોરો વિસ્તારમાં મંજૂરી વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા સલેમાન આદમ સંઘાર સામે તેમજ દ્વારકામાં જુની નગરપાલિકા કચેરી પાસેથી હરેશ હિંમતભાઈ થરવાણીએ પોતાની દુકાનમાં મોબાઈલ અંગેનું રજીસ્ટર ન નિભાવતા આ ત્રણેય શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisement -

ખંભાળિયાની જૂની આરટીઓ કચેરી પાસેથી મોડી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂા.50,000 ની કિંમતના બુલેટ મોટરસાયકલ લઈને નીકળેલા નવનીત અમુભાઈ પરમાર (ઉ.વ. 36) ને તેમજ ભાણવડ બાયપાસ પાસેથી મનસુખ વેલજી કણજારીયા નામના 35 વર્ષના શખ્સને રૂા. 30,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular