Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકારખાનામાં લાઇટ ન હોવાનો ખાર રાખી પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો

કારખાનામાં લાઇટ ન હોવાનો ખાર રાખી પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી પીજીવીસીએલ પેટા વિભાગ કચેરીમાં એક શખ્સ દ્વારા પોતાના કારખાનામાં લાઇટ ન હોય, તેનો ખાર રાખી પીજીવીસીએલના કર્મચારીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી નખ વડે ઇજા પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ તા. 12ના રોજ પીજીવીસીએલ ઉદ્યોગ પેટા વિભાગ કચેરીમાં મહાવીર ખિમસીયા નામના શખ્સના કારખાનામાં લાઇટ ન હોવાનો ખાર રાખી ફરિયાદ હરીશ જેઠા ચાંદ્રા નામના પીજીવીસીએલના કર્મચારીને અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. આ દરમિયાન ફરિયાદી બચવા જતાં ફરિયાદીનો કાઠલો પકડી તેની સાથે ઝપાઝપી કરી ફરિયાદીને ગળાના ભાગે નખ વડે ઉઝરડાની ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આ અંગે એક શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular