Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નંબર 1માં પાણીની નવી પાઇપલાઇનની કામગીરીનું ઉદ્ઘાટન

વોર્ડ નંબર 1માં પાણીની નવી પાઇપલાઇનની કામગીરીનું ઉદ્ઘાટન

- Advertisement -

જામનગર શહેરમાં વોર્ડ નં. 1માં સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 400 એમએમ ડીઆઇ મેઇન પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નં. 1ના કોર્પોરેટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

વોર્ડ નં. 1માં બેડી પાણીના ટાંકાથી માધાપુર ભુંગા સર્કલ સુધી 2.5 કિ.મી. લાંબી નવી પાઇપલાઇન નાખવાનું કામ સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત શરુ કરાયું હતું. આ વિસ્તારમાં હૈયાત પાણીની પાઇપલાઇન ઓછા પ્રેશરની હોય, જુદી જુદી જગ્યાએ લિકેજીસ થતાં પાણીના વેડફાટના લીધે પ્રેશરથી પાણી મળતું ન હોય, આ અંગે કોર્પોરેટર નુરમામદ પલેજાની રજૂઆતોને ધ્યાને લઇ કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર ભાવેશ જાની તથા વોટર વર્કસના ઇજનેર પટેલભાઇ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી હતી. પાઇપલાઇનની કામગીરીના ઉદ્ઘાટનમાં કોર્પોરેટર નુરમામદ પલેજા, વોર્ડના આગેવાનો લાલજીભાઇ રાઠોડ, સાહિદ સચડા, દિનેશભાઇ રોરીયા, કિશોરભાઇ રોરીયા, જાવેદભાઇ સાઇચા, અખ્તર રઝાક સચડા, સલિમભાઇ માણેક તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular