જામનગર નજીક આવેલા મોરકંડા ગામના પાટીયા પાસે ગુરૂવારે સાંજના સમયે બેફીકરાઈથી આવી રહેલા ડમ્પરચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે મોરકંડા ગામના પાટીયા નજીકથી ગુરૂવારે સાંજના સમયે જીજે-10-એઆર-4339 નંબરના બાઈકસવાર હેમંતભાઈ તેના બાઈક પર જતાં હતાં તે દરમિયાન પૂરઝડપે બેેફીકારઇથી આવી રહેલા ડમ્પરચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક હેમંતભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણ-પંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણ વિનોદભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.એે.મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી નાશી ગયેલા ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતકના પરિવારજનોને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.