Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસીઆઇએસએફ કરશે રામજન્મ ભૂમિની સુરક્ષા

સીઆઇએસએફ કરશે રામજન્મ ભૂમિની સુરક્ષા

રામજન્મભૂમિની સુરક્ષામાં મહત્વનો ફેરફાર જોવા મળશે. હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પણ ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરામાં સ્થિત આ સંકુલની દેખરેખની મહત્વપૂર્ણ જવાબદારી લેશે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામા  નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે. આ સ્થિતિમાં તેમના કાર્યક્રમ પહેલા CISF અહીં તેની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરશે. આ દળ ઐતિહાસિક ઈમારતોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ અને અન્ય મોટી ઔદ્યોગિક સંસ્થાઓની સુરક્ષામાં નિષ્ણાત છે. CISF ના સુરક્ષા ઓડિટના આધારે રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વ્યાપક ફેરફારોનું આયોજન કરવામાં આવ્યું છે. CISF એ ગયા વર્ષે રામજન્મભૂમિ સંકુલનું સિક્યોરિટી ઓડિટ કરાવ્યું હતું, ત્યારથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભવિષ્યમાં રામ મંદિરની સુરક્ષા CISF ને સોંપવામાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular