જૂગાર દરોડાની વિગત મુજબ, ખંભાળિયાના રાવળ પાડા વિસ્તારમાંથી પોલીસે દિનેશ ડાયા રાઠોડ, સામત અરજણ પરમાર અને આનંદ દામજી ભરડવા નામના ત્રણ શખ્સોને તેમજ જુની લોહાણા મહાજન વાડી પાસેથી પ્રકાશ વજુભાઈ કરસાંગરા અને રાજેશ વનિત ચારોલીયા નામના શખ્સોને ગંજીપતા વડે તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકાના હાથી ગેટના પાર્કિંગમાં બેસી અને ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા ઈરફાન એલિયાસ માજોઠીયા અને જીવરાજ જેઠા ચૌહાણને પોલીસે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.