Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં બીજીવાર ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાનીઓનો હુમલો

અમેરિકામાં બીજીવાર ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાનીઓનો હુમલો

અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગજનીના પ્રયાસની સખત નિંદા કરી હતી. અમેરિકા સ્થાનિક અહેવાલ અનુસાર, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સવારે 1:30 થી 2:30 વચ્ચે આગ લગાવી હતી, પરંતુ સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગે તેને ઝડપથી કાબુમાં કરી હતી.

- Advertisement -

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગને કારણે વધારે નુકસાન થયું નથી. સાથે જ આ ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. ખાલિસ્તાન સમર્થકોએ આ ઘટનાને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે. જો કે, તેના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ટ્વીટ કર્યું કે, અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે કથિત તોડફોડ અને આગચંપીના પ્રયાસની સખત નિંદા કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદ્વારી સુવિધાઓ અથવા વિદેશી રાજદ્વારીઓ સામે તોડફોડ અથવા હિંસા એ ફોજદારી ગુનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular