ખંભાળિયાના વિંજલપર ગામમાં રહેતાં મહિલાની સગીર પુત્રીનું ભાણવડમાં રહેતો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના મૂળ રહીશ એવા એક મહિલાની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે ભાણવડમાં પાણીના ટાંકા પાસે રહેતા રોહિત દેવાભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં રોહિત દેવાભાઈ રાઠોડ સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376, પોક્સો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં દ્વારકાના સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.