Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જગત મંદિરે છ ધ્વજા ચઢાવવામાં આવશે

દ્વારકા જગત મંદિરે છ ધ્વજા ચઢાવવામાં આવશે

- Advertisement -

દ્વારકા જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. દરેક ધર્મ સ્થાનની માન્યતા હોય છે, તેમ દ્વારકા જગત મંદિરમાં જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ્સું મહત્વ છે. આ ધ્વજારોહણ કરવા માટે 2024 સુધી લાંબું વેઇટીંગ લીસ્ટ છે.બ થોડા દિવસ અગાઉ આવેલા બીપરજોય વાવાઝોડા દરમિયાન દ્વારકા જગત મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત વાવાઝોડા સમય દરમિયાન સુરક્ષાને ધ્યાને લઈ ધ્વજારોહણ બંધ રાખવામાં આવ્યું હતું. જેથી આ સમયગાળા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયેલ નહીં તેવા ભક્તોની ધ્વજાજીનું ગઈકાલે સોમવારથી ધ્વજારોહણ થાય તેવું જગત મંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

દરરોજ દ્વારકાધીશ મંદિરના શિખર પર પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ બીપરજોય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાજીનું આરોહણ થયેલ નહીં તે ભક્તોની ધ્વજાજીનું આરોહણ સોમવારથી 15 દિવસ દરમિયાન કરવાનો પ્રારંભ થયો છે. એટલે કે ગઈકાલથી દરરોજને માટે પાંચ ધ્વજાજીને બદલે છ ધ્વજાજીનું આરોહણ જગત મંદિરના શિખર ઉપર કરવામાં આવશે. જગતમંદિરના શીખર પર સોમવારથી પંદર દિવસ સવારે આઠ વાગ્યે તાજેતરના વાવાઝોડા દરમિયાન બાકી રહી ગયેલા શ્રદ્ધાળુઓની નોંધાયેલી ધ્વજાજી ચડાવવામાં આવશે. જગત મંદિર ધ્વજારોહણ સમિતિના આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. ફક્ત પંદર દિવસ જ નહી, પરંતુ કાયમી માટે છ ધજાજી ચઢાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે તેવી પણ ભક્તોની લાગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular