ગુજરાત ગેસ ધરતી એસોસિએટસના જામનગરના કર્મચારીઓને પગારની સેલેરી સ્લીપ આપવામાં આવતી ન હોય આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત ગેસ ધરતી એસોસિએટસના કર્મચારીઓ દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત ગેસ ધરતી એસોસિએટસના માલિક મયુરભાઈ પટેલ દ્વારા કર્મચારીઓને પગારની સેલેરી સ્લીપ આપવામાં આવતી નથી. જેથી તેઓનું કેટલું પીએફ, મેડીકલ કપાય છે તેની કોઇ જાણ નથી. તેમજ આ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે તેઓની સાથે અભદ્ર વર્તન કરી નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારના નિયમ મુજબ છેલ્લાં ત્રણ વર્ષથી બોનસ પણ મળ્યું નથી તેમજ કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજાને દર મહિને 15 થી 16 હજાર જેટલો પગાર છે તેમાંથી કંપની દ્વારા રૂા.2000 થી 3500 પાછા માંગ્યા છે તેનો કોઇ ખુલ્લાસો પણ આપતા નથી. કર્મચારીઓને સરકારના નિયમ મુજબ રજા પણ મળતી નથી. કર્મચારીઓ મેડીકલ ઈમરજન્સીમાં રજા ઉપર ત્યારે તેમનું વેતન કાપી લેવામાં આવે છે. આથી કર્મચારીઓ મુશ્કેલીમાં હોય તેમને સેલેરી સ્લીપની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.