આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ મનસુખભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ રવિભાઈ સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા જાવેદ રહિમ ચાવડા (ઉ.વ. 28), મામદ અબ્બાસ ઘાવડા (ઉ.વ. 21) અને હમીદ તાલબ સંઘાર (ઉ.વ. 23) નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, પાંચ મોટરસાયકલ તથા ત્રણ એન્જિનને આ શખ્સોના કબજામાંથી શોક પડતી મિલકત તરીકે કબજે કર્યા છે.
આમ રૂા. 56,000 ની કિંમતના મોટરસાયકલ અને એન્જિન પોલીસે હાલ કબજે કરી, ઉપરોક્ત ત્રણેય શખ્સોની અટકાયત કરી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એ.એસ.આઈ. મનસુખભાઈ ચાવડા, એમ.આઈ. મામદાણી, રવિભાઈ સોલંકી, રાજદીપસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.