Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારઆરંભડામાંથી ચોરાઉ બેટરી સાથે શખ્સને ઝડપી લેતું એસઓજી

આરંભડામાંથી ચોરાઉ બેટરી સાથે શખ્સને ઝડપી લેતું એસઓજી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં એસઓજીની ટીમે બે નંગ ચોરાઉ બેટરી સાથે શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઇ અશોક સવાણી અને હેકો સુરેશ વાનરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા નીતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ પી.સી. સીંગરખીયા, એએસઆઇ અશોક સવાણી, હેકો જીવાભાઈ ગોજિયા, સુરેશ વાનરીયા સહિતના સ્ટાફે આરંભડા ગામમાં નેતરના પુલની બાજુમાંથી બેટરી સાથે ઉભેલા ગૌરવ અશોક ભાયાણી નામના શખસને આંતરીને તેની પાસે રહેલી બે બેટરીઓના આધાર પૂરાવા ન હોવાથી એસઓજીની ટીમે ગૌરવની અટકાયત કરી બેટરી અંગે પૂછપરછ કરતા આ બેટરી ચોરી કરી હોવાની કેફિયત આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular