ખંભાળિયા તાલુકાના સમોર ગામના વાડી વિસ્તારમાં રહેતાં યુવાનનો મિત્ર થોડા દિવસ પૂર્વે અવસાન પામ્યો હોય જેથી મિત્રના વિયોગમાં યુવાને શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતા રાણાભાઈ પરબતભાઈ ચાવડા નામના 33 વર્ષના યુવાને ગત તારીખ 21 મીના રોજ પોતાના હાથે પોતાના શરીરે પેટ્રોલ છાંટી, દીવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રાણાભાઈનો મિત્ર દેવુભાઈ થોડા સમય પૂર્વે અવસાન પામ્યો હોય, જે અંગે તે વ્યથિત રહેતો હોવાથી આ હાલતમાં તેણે આ પગલું ભર્યું હોવાની જાણ મૃતકના પિતા પરબતભાઈ રામદેભાઈ ચાવડા (ઉ.વ. 60, રહે. સામોર) એ ખંભાળિયા પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.