Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારદ્વારકા નજીક રીક્ષા અને બાઈક અથડાતા યુવાનનું મોત

દ્વારકા નજીક રીક્ષા અને બાઈક અથડાતા યુવાનનું મોત

ઓખા હાઈવે ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીક અકસ્માત: અન્ય બે યુવાનો ઘવાયા : ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરૂવારે રાત્રિના સમયે રોંગસાઈડમાં આવી રહેલા બાઈક સાથે રીક્ષા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા રાયદેભાઈ સાજણભાઈ મોરી નામના 35 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે રાત્રિના આશરે સવા આઠેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 એચ 9223 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા-ઓખા હાઈવે પર ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલી જી.જે. 07 વાય.ઝેડ. 1105 નંબરની ઓટો રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક રાયદેભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા વિશ્વજીતસિંગ ઓમપ્રકાશસિંગ સિંગ તથા તેમની સાથે જઈ રહેલા પ્રદીપભાઈ અમ્બ્લીકભાઈ પ્રસાદ નામના બે યુવાનોને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બિહાર રાજ્યના છાપરા તાલુકાના દાઉદપુર ગામે રહેતા વિશ્વજીતસિંગ ઓમપ્રકાશસિંગ (ઉ.વ. 21) ની ફરિયાદ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક રોંગ સાઈડમાં પોતાનું મોટરસાયકલ ચલાવીને મોત નીપજાવવા સબબ મૃતક બાઇક ચાલક રાયદેભાઈ સાજણભાઈ મોરી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337, 338 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular