જૈનોના સાધુ-સાધ્વીઓનો ચાર્તુમાસ પ્રવેશ ચાલી રહ્યો છે. ત્યારે જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર સંઘના પાઠશાળામાં શાસન સમ્રાટ વિજય નેમિસુરિશ્ર્વરજી મ.સા. સમુદાયના જિનશાસન શણગાર પ.પૂ. ગુરુદેવ વિજય ચંદ્રોદયસુરિશ્ર્વરજી મ.સા.ના શિષ્ય સરસ્વતિ સાધક પ.પૂ. આચાર્ય વિજયકુલચંદ્રસુરિશ્ર્વરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં માંગલિક અનુષ્ઠાનો થશે. સાધુ ભગવંતોનો સજુબા સ્કૂલ પાસેથી આજે સવારે 8 વાગ્યે વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘે સામૈયુ કરેલ હતું. જે સજુબા ગર્લ્સ સ્કૂલથી ગાંધીના બાવલા થઇ ચાંદીબજાર શેઠજી દેરાસર ચોકમાં પૂર્ણ થયેલ હતું. જેમાં બેન્ડવાજા સાથે સંઘના ભાઇઓ-બહેનો-બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ઉપરાંત વોર્ડ નં. 9ના કોર્પોરેટર અને સમસ્ત જૈન સમાજ યુવા સંગઠન પ્રમુખ નિલેશભાઇ કગથરા, ભરતભાઇ વસા, ચંદ્રેશભાઇ દોશી, મહેશભાઇ મહેતા, મનિષભાઇ વોરા, ભાવેશભાઇ મહેતા, સંજયભાઇ મહેતા, પિયુષભાઇ પારેખ વગેરે જોડાયા હતાં. પાઠશાળામાં ચાર્તુમાસ દરમિયાન આરાધના કરાવશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોના સંઘોમાં મ.સા.ના ચાર્તુમાસ પ્રવેશ ધામધૂમથી ઉજવાયો હતો.