Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - VIDEO

જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી – VIDEO

કેબિનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્યો, મેયર, શહેર ભાજપા પ્રમુખ, એસપી, મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ અને હોદ્દેદારોએ શહેરીજનો સાથે મળીને કર્યા યોગ

- Advertisement -

આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વિશ્વ ફલક પર 21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીની વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભારતીય સંસ્કૃતિને જયારે વિશ્વ સમક્ષ મૂકવામાં આવી છે અને આ ભાવનાને સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી સ્વરૂપે ચરિતાર્થ કરી છે ત્યારે ગુજરાત રાજય યોગ બોર્ડના માર્ગદર્શન મુજબ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર વિવિધ જગ્યાએ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં પણ વિવિધ શાળા, કોલેજો, સંસ્થાઓ ખાતે વિશ્ર્વ યોગ દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા યોગ દિન નિમિત્તે લાખોટા ગેઈટ નં.1 પર મેયર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં જિલ્લા કક્ષાના યોગ કો-ઓર્ડીનેટર હર્ષિતાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે યોગ ફોર વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, શહેર મામલતદાર વી. આર. માકડિયા, મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, જિલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડી, અગ્રણીઓ રમેશ મુંગરા, દિલીપ ભોજાણી, પ્રવિણસિંહ, એન. સી. સી. કેડેટ્સ, બી. એસ. એફ. ના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન. જી. ઓ. મેમ્બર્સ, વિવિધ સંસ્થાના યોગ પ્રશિક્ષકઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી , ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, એ.એમ.સી. કોમલબેન પટેલ, મુકેશભાઈ વરણવા, (ટેક્ષ), શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ , મેરામણભાઇ ભાટું , કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, અરવિંદભાઈ સભાયા, મુકેશભાઈ માતંગ, પાર્થભાઈ જેઠવા, કેતનભાઇ નાખવા, ગોપાલભાઈ સોરઠીયા, કિશનભાઇ માડમ સહિતના કોર્પોરેટરો અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અંદાજિત 3000 થી 3500 જેટલા નગરજનો મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular