અદાણી ગૃપના સ્વાસ્થ્ય સંભાળ વિભાગમાં છેલ્લા ચાર વર્ષથી ઇન હાઉસ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત સ્મિતા કુમારીએ ત્રણ કલાક 10 મિનિટ અને 12 સેક્ધડ સુધી સમાકોનાસન યોગ(સ્પ્લીટ પોઝીશન) મુદ્રા ધારણ કરવા માટે વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ તરફથી મળેલ પ્રમાણપત્ર અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
આ બહુમાનથી રોમાંચિત સ્મિતાએ કહયું હતું કે આ ઉપલબ્ધિ મારા માટે ઉત્સાહવર્ધક છે. સ્વાસ્થ્ય સંભાળ વિભાગના વડા ડો. પંકજકુમાર દોશીએ ગૃપના ચેરમેનને જાણ કરી હતી કે જેમણે મને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે અદાણી ગૃપના ટોચના અગ્રણીઓ અદાણી ગૃપના મેનેજીંગ ડાયરેકટર રાજેશ અદાણી, એગ્રો, ઓઇલ અને ગેસ)ના મેનેજીંગ ડિરેક્ટર અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડાયરેકટર પ્રણવ અદાણીને મળવાની તક સાંપડી હતી. જેઓ સાથે મે કારકીર્દીના એક વિકલ્પ તરીકે યોગની પસંદગી તેમજ આ મુદ્રા કરવા માટે મેં જીલેલા પડકારો અને મને મળેલી સફળતાની વિગતે ચર્ચા કરી હતી.
આ સમાકોનાસન યોગ(સ્પ્લીટ પોઝીશન) મુદ્રાએ શીખવા માટે તેમાં નિષ્ણાંત થવા અને તેને જાળવવા માટે યોગનું સૌથી કઠીન આસન છે. યોગા, બેલેટ, ડાન્સ, જીમ્નાસ્ટિકસ અને મટીરિઅલ આર્ટસ જેવી શિસ્તમાં નિપૂણતા મેળવવા માટે નિયમિત પ્રેક્ટીસ આવશ્યક છે. અને રાંચીની સ્મિતાએ હવે આ કઠીન સ્થાન જાળવી રાખવા માટે એક વિશ્ર્વ વિક્રમ દર્જ કરાવ્યો છે.
આત્મ વિશ્વાસથી ભરપૂર સ્મિતાએ ગત વર્ષે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધણી કરવા નિર્ણય કર્યો હતો.ઇવેન્ટના અંતિમ દિવસની જ્યારે તે તૈયારી કરી રહી હતી ત્યારે નોંધણી, પેપર વર્ક અને તેની ફી જેવા અનેક પડકારોનો સામનો કરી રહી હતી ત્યારે અદાણી સ્પોર્ટસલાઇને તેની વહારે આવીને સહાય કરી હતી. લન હાઉસ ફિઝીઓથેરાપિસ્ટ અને ડાયેટીશ્યન સહીત અદાણી સ્પોર્ટ્સલાઇને ઇવેન્ટના આખરી દિવસ સુધી વિક્રમ પ્રસ્થાપિત કરવાની મારી આ સફરમાં જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું હતું. એમ ઉમેરી તેમણે કહયું હતું કે મારા સાથીઓની સહાય અને પ્રોત્સાહન પણ અવર્ણનીય હતું.2019માં અદાણી એન્ટરપ્રાઇઝીસ સાથે એક વ્યવસાયિક યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયેલી સ્મિતાએ કહયું હતું કે યોગાને મારા લક્ષ્યનો એક ભાગ હોય તેવું અમદાવાદ સ્થળાંતરની પણ જેમ કયારેય આયોજન ન હતું. આ સ્થળાંતરે મારા માટે જીવન પરિવર્તનને પુરવાર કર્યું છે. મને મારા સહયોગીઓના રુપમાં પરિવાર મળ્યો છે. 29 વર્ષીય આ દીકરીનું બેક ગ્રાઉન્ડ દૂર દૂર સુધી પણ યોગા આસપાસ ન હતું. તેમણે યોગાના ક્ષેત્રમાં સ્થાન જમાવવા અનેક પડકારો ઉપર જીત મેળવી છે. જ્યાં સુધી આસનોમાં તે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમણે પ્રેકટીસ જારી રાખી હતી. સ્નાતક થયા બાદ ઉત્તરાખંડની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાંથી સ્મિતાએ એપ્લાયડ યોગા અને હ્યુમન સાયન્સમાં માસ્ટર કર્યું છે જેમાં તેમને મળેલો ગોલ્ડ મેડલ સ્મિતાની જીંદગાનીનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો.