Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ બે ધ્વજાઓ લહેરાવાઈ

દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ બે ધ્વજાઓ લહેરાવાઈ

અનેક સ્થળોએ ઝાપટા વરસ્યા : : જિલ્લાની શાળાઓ શુક્રવાર સુધી બંધ

- Advertisement -

બિપોરજોય ચક્રવાતના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયું છે. ખંભાળિયા શહેર સાથે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે દિવસ દરમિયાન મહદ અંશે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આ સાથે પવનની ગતી પણ તેજ રહી હતી. સોમવારે બપોરે ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. જેના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે દિવસ દરમિયાન પણ વરસાદી ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.

- Advertisement -

વાવાઝોડાના અનુસંધાને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારે એવા રૂપેણ બંદરમાંથી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા, ઓખા તથા સલાયાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને દસ-પંદર ફુટ સુધી મોજા ઉછળ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભયાવહ પરિસ્થિતિ દર્શાવતું 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓ આગામી તારીખ 16 સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જો કે શૈક્ષણિક સ્ટાફે હાલ ઇમરજન્સી સમયે હાજર રહેવા અને આપત્તિ અંગે સોંપવામાં આવેલી ફરજ બજાવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા દાયકાઓમાં આ પ્રકારની સંભવિત આપત્તિ ત્રાટકી નથી અને હાલ જિલ્લામાં અતિ ભયાવહ ચક્રવાત સાથે રેડ ઝોનની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દ્વારકાના જગત મંદિરના શિખર પર આજરોજ કહેવાય છે કે સંભવત: પ્રથમ વખત અડધી કાઠીએ ડબલ ધ્વજા લહેરાવવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં પૂજારીઓ તેમજ દર્શનાર્થીઓએ આ વિસ્તારને કુદરતી આપત્તિમાંથી મુક્તિ અપાવે તેવી કાળીયા ઠાકોરને પ્રાર્થના પણ કરી હતી. દ્વારકાધીશ મંદિર નજીકના ગોમતીઘાટ તથા આસપાસનો દરિયા કિનારો જાણે ગાંડોતૂર થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular