ભાણવડ તાલુકાના પાછતર ગામમાં રહેતાં યુવાન ઉપર જૂના મનદુ:ખનો ખાર રાખી તેના જ ગામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા કિરણ ઉર્ફે કાનાભાઈ લખમણભાઈ મોરી નામના 45 વર્ષના યુવાન સાથે અગાઉના જમીન બાબતના મનદુ:ખનો ખાર રાખી, આ જ ગામના વીરા ઉર્ફે ભોલા લખમણભાઈ મોરી, ખીમા મેરાભાઈ મોરી અને ચના પુંજાભાઈ મોરી નામના ત્રણ શખ્સો દ્વારા એકસંપ કરી, લાકડી વડે બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 325, 326, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.