દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયારી ગામમાં રહેતાં યુવાને 20 દિવસ પૂર્વે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે રહેતા દેવાભાઈ ડોસાભાઈ કારાવદરાએ ગત તારીખ 17 મે ના રોજ સાંજના સમયે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ ભાણવડ પોલીસ મથકમાં કરાઈ છે.