જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જાત નિરીક્ષણ કરી કેનાલોમાં સફાઈના અભાવ હોવાનું જણાવી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી.
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ સહિતના કોંગે્રસી કોર્પોરેટરો વોર્ડનં.12,13,16 ને જોડતી કેનાલોનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. આ કેનાલોમાં પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ન હોવાનું જણાવી રોષ વ્યકત કર્યો હતો.