જામનગર શહેરમાં સિંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા ગઇકાલે ઇષ્ટદેવ પ.પૂ. દાદા પારબ્રહ્મદેવ (છડી સાહેબ) ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરુપે સવારે 8 વાગ્યે હવન, ધ્વજારોહણ, મહાપ્રસાદ, દિપ પ્રાગટય સહિતના ધાર્મિક કાર્યક્રમો સિંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ ભુવનેશ્ર્વર મહાદેવ મંદિર, 54 દિ.પ્લોટ જામનગર ખાતે યોજાયા હતાં. તેમજ સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં સંસ્થાના પ્રમુખ મિતેષભાઇ ભદ્રા, સલાહકાર નરશીભાઇ કટારમલ, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઇ નંદા, ખજાનચી સુનિલભાઇ નંદા, સેક્રેટરી જીતેન્દ્રભાઇ કટારમલ તથા ભાનુશક્તિ ગ્રુપના હિરેનભાઇ માવાણી સહિતના અગ્રણીઓ તેમજ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.