Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરપાંચ માસની બાળકીનો કબજો માતાને અપાયો

પાંચ માસની બાળકીનો કબજો માતાને અપાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા 181 મહિલા હેલ્પલાઇન દ્વારા કાર્યવાહી

- Advertisement -

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા 181 મહિલા હેલ્પલાઇનના સહયોગથી સિક્કાની મહિલાને તેની 5 માસની બાળકીનો કબજો સોંપાયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સિક્કાના મહિલા બિમાર હોય, આરામ કરવા માટે તેના પિતાના ઘરે આવ્યા હોય, જ્યાં તેઓની પાંચ માસની પુત્રીને તેના પિતા રમાડવાનું કહીને લઇ ગયા બાદ બાળકીને તેની માતાને આપવાની ના પાડતાં તા. 22ના રોજ મહિલા દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાસે પહોંચ્યા હતાં અને જામનગરમાં ખોડિયાર કોલોની પાસે રહેતા તેમના પતિને વારંવાર રજૂઆત કરવા છતાં બાળકી આપતા ન હોય આ અંગે કેસ કરવા પહોંચ્યા હતાં. ફ્રન્ટ ઓફિસર એ.એ. કાદરીએ તેઓને સુપ્રિટેન્ડન્ટ જે.પી. પરમાર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર મહિલાને કાયદાકીય સમજ આપી હતી અને મહિલા હેલ્પલાઇનની મદદથી કબજો મેળવવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.આથી ફ્રન્ટ ઓફિસ દ્વારા મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી અરજદારને તેમના સસુરપક્ષના રહેઠાણે લઇ જઇ, કાઉન્સિલીંગ કરી પાંચ માસની બાળકીનો કબજો તેની માતાને સુપ્રત કર્યો હતો. આ તકે માતા દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રક્રિયા માટે ફ્રન્ટ ઓફિસર, પેરા લિગલ વોલિયન્ટર્સ તથા 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર શિતલબેન સોલંકી તથા પી.સી. ઇલાબા ઝાલાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular