Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિલ્હીમાં વટહુકમ લાવી કેન્દ્રએ સુપ્રિમનો આદેશ પલટાવ્યો

દિલ્હીમાં વટહુકમ લાવી કેન્દ્રએ સુપ્રિમનો આદેશ પલટાવ્યો

કેન્દ્રના વટહુકમને તાનાશાહી ગણાવી ફરી સુપ્રિમ કોર્ટમાં પડકારશે ‘આપ’

સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ આદેશ આપ્યો હતો કે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે. કેન્દ્રએ વટહુકમ દ્વારા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી સરકારની સત્તા અંગે વટહુકમ બહાર પાડ્યો છે. વટહુકમ અનુસાર, દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસિ્ંટગ પર અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલનો રહેશે. આમાં મુખ્યમંત્રીનો કોઈ અધિકાર નહીં હોય.

- Advertisement -

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ આદેશ આપ્યો હતો કે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે. હવે કેન્દ્રએ વટહુકમ દ્વારા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હવે 6 મહિનાની અંદર આને લગતો કાયદો પણ સંસદમાં બનાવવામાં આવશે. આ તરફ આ કેસમાં, આપએ કહ્યું કે કેન્દ્રનો આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશની અપમાન છે. કેજરીવાલ સરકારની સત્તા ઘટાડવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

વટહુકમ મુજબ દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જેમાં ત્રણ સભ્યો મુખ્યમંત્રી કેજરીવાલ, દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવ હશે. આ સમિતિ બહુમતીથી નિર્ણય લેશે.

- Advertisement -

હવે સીએમ કેજરીવાલ એકલા કોઈ નિર્ણય લઈ શકશે નહીં. જો સમિતિના નિર્ણયમાં કોઈ વિવાદ હશે તો ઉપરાજ્યપાલના અંતિમ નિર્ણય પર વિચાર કરવામાં આવશે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે પીએમ મોદીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ તાનાશાહ છે. તેઓ લોકશાહી, બંધારણ અને સુપ્રીમ કોર્ટને માનતા નથી. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે દિલ્હીમાં તમામ સત્તાઓ ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ, પરંતુ મોદી સરકારે વટહુકમ લાવીને આ નિર્ણયન

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular