જામનગર તાલુકાના સીક્કા ગામેથી નાની ખાવડી તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઇકસવારે કાબુ ગુમાવી દેતા સ્લીપ થતા યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો મહમદ રીયાઝ નામનો યુવાન તેના બનેવી એલીયાસ કાસમ સુંભણિયા સાથે સીક્કા પાટીયાથી નાની ખાવડી ગામ તરફ ગત તા.2 એપ્રિલના રોજ મધ્યરાત્રિના સમયે જીજે-10-ડીએમ-3742 નંબરની બાઈક પર જતાં હતાં તે દરમિયાન રીયાઝે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા ગોલાઈમાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મહમદ રીયાઝ નામના યુવાનનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફે મૃતકના પિતા હુશેનભાઈ કકકલના નિવેદનના આધારે તેના જમાઈ એલીયાસ કાસમ સુંભણિયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.