Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં સ્ક્રેપ રિસાયકલીંગ જનજાગૃતિ અંગે કોન્ફરન્સ યોજાઇ

Video : જામનગરમાં સ્ક્રેપ રિસાયકલીંગ જનજાગૃતિ અંગે કોન્ફરન્સ યોજાઇ

મિનિસ્ટ્રી ઓફ માઇન્સ ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી ઉપેન્દ્ર જોષી, સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉ5સ્થિત રહ્યાં

- Advertisement -

સ્ક્રેપ રિસાયકલીંગ અંગે જનજાગૃતિના ભાગરૂપે ગઇકાલે જામનગર શહેરના ઓશવાળ સેન્ટરના હોલમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિનિસ્ટ્રી ઓફ માઇન્સ ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી ઉપેન્દ્ર જોષી ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યશેભાઇ અકબરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

બ્રાસ સિટી તરીકે જાણીતા જામનગર શહેરમાં ગઇકાલે મેટલ રિસાયકલીંગ એસોસિએશને ઓફ ઇન્ડિયા, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન તથા એકઝિમ મેટલ મર્ચન્ટ એસોસિએશન જામનગરના સંયુકત ઉપક્રમે બ્રાસ ઉદ્યોગમાં રિસાયકલીંગનું શું મહત્વ છે તેમજ મેટલ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ર્નો, પડકારો તથા રિસાયકલીંગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અર્થે નેશનલ કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં વેસ્ટ નિકળતો હોય છે. ત્યારે વેસ્ટના વધુમાં વધુ પ્રમાણમાં રિસાયકલીંગ કરવા માટે કયા-કયા ઉપાયો થઇ શકે તે અંગે આ કોન્ફરન્સ યોજાઇ હતી.

- Advertisement -

સમગ્ર ભારતમાં આ ત્રીજી કોન્ફરન્સ હતી જે જામનગરમાં યોજાઇ હતી. ઓશવાળ સેન્ટરના બેંકવેન્ટ હોલ ખાતે આયોજિત આ કોન્ફરન્સનું સાંસદ પૂનમબેન માડમ તથા કેન્દ્રના માઇન્સ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી યુ.સી. જોષી દ્વારા ઉદઘાટન કરી સંબોધન કર્યું હતું. આ તકે દિલ્હીથી આવેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહયા હતા. તેમણે જામનગરના ચાર ઉદ્યોગ અને પ્લાન્ટની વિઝિટ પણ કરી હતી. આ કોન્ફરન્સમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન તથા એમઆરએઆઇના ડાયરેકટર જિનેશભાઇ શાહ, ઉપરાંત લાખાભાઇ કેશવાલા, ધર્મેન્દ્રભાઇ જોષી સહિતના અગ્રણીઓ તેમજ ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular