Saturday, December 6, 2025
Homeરાજ્યમોટા આસોટામાં પ્રેમલગ્ન પ્રકરણ સંદર્ભે થયેલી બઘડાટી પ્રકરણમાં વધુ એક ફરિયાદ

મોટા આસોટામાં પ્રેમલગ્ન પ્રકરણ સંદર્ભે થયેલી બઘડાટી પ્રકરણમાં વધુ એક ફરિયાદ

બે દિવસ પૂર્વે નોંધાયેલી પોલીસ ફરિયાદ : સામા પક્ષે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો : પ્રેમસંબંધ મામલે બે જૂથ વચ્ચે સામ સામા હુમલા

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ગત રવિવારે બે પરિવારોમાં પ્રેમ સંબંધ પ્રકરણના મનદુ:ખ સંદર્ભે થયેલી માથાકૂટમાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં બે દિવસ પૂર્વે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ગઈકાલે સામા પક્ષે ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણમાં મોટા આસોટા ગામના ગઢવી જેઠાભાઈ ઉર્ફે ભોલાભાઈ વરજાંગભાઈ સંધીયા (ઉ.વ. 37) એ આ જ ગામના ડાવાભાઈ રણમલભાઈ સંધીયા, નાગડાભાઈ રણમલભાઈ સંધીયા, ખેરાજ રણમલભાઈ સંધીયા, અને નગા ખેરાજભાઈ સંધીયા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર નોંધાવવામાં આવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી જેઠાભાઈ ઉર્ફે ભોલાભાઈ ગઢવીના દૂરના સંબંધીની દીકરીઓને આરોપી પરિવારના શખ્સો દ્વારા પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયા બાદ લગ્ન કરી લીધા હોય, આ બાબતને ચાલ્યા આવતા મનદુ:ખના કારણે આરોપી પરિવારે રવિવારે લોખંડની કોસ વડે હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જેઠાભાઈ ઉર્ફે ભોલાભાઈ સંધીયાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. 323, 324, 325, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular