Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપરશુરામ જયંતી નિમિત્તે જામનગર જિલ્લા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા -...

પરશુરામ જયંતી નિમિત્તે જામનગર જિલ્લા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા – VIDEO

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે આજરોજ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો બાલાહનુમાન મંદિરથી પ્રારંભ થયો હતો. જેમાં 35 જેટલા ફલોટસ, બ્રહ્મસમાજની વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો ફલોટસમાં ભગવાન પરશુરામના વિવિધ સ્વરુપો રજૂ કર્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં આજે જામનગર જિલ્લા તથા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 જેટલા ફલોટસ, 18 જેટલા ખુલ્લા ફલોટસમાં વિવિધ અવતારોમાં 151 જેટલા બાળકો વેષભુશા સાથે જોડાયા હતાં. આ શોભાયાત્રાનો મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, જામનગર મહાનગરપાલિકાના મેયર વિરોધ પક્ષ નેતા ધવલ નંદા, સ્વામિનારાયણ સંપ્રદાયના ચર્તુભૂજદાસજી મહારાજ, કોર્પોરેટરો નિલેશભાઈ કગથરા, આશિષભાઈ જોશી, સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, કિશનભાઈ માડમ, ક્રિષ્નાબેન સોઢા, ભાજપા અગ્રણી અને લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલ, પુર્વ મંત્રી હકુભાના પુત્ર જગદીશસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -

પરશુરામ શોભાયાત્રામાં દર વર્ષે નવુ આકર્ષણ ઉમેરાય છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત ખાસ હરીયાણા રાજયના જાણિતા અનિલ તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ વિશેષ આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. તિલકધારી આર્ટ એન્ડ ગ્રુપ દ્વારા વિરાટ સ્વરૂપે ભગવાન બંજરગબલીના વેશમાં વાનરો સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. તે પ્રકારે વિરાટ સ્વરૂપે મહાદેવજીના વેશમાં શોભાયાત્રા સાથે જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular