દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.પોલીસ દ્વારા મંગળવારે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયા તથા કાનાભાઈ માડમને મળેલી બાતમીના આધારે ભાણવડ નજીકના ધારાગઢ ગામની સીમ વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મૂળ વતની લાલજી કેશા મકવાણા નામના 43 વર્ષના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક (અગ્નિશાસ્ત્ર) સાથે ઝડપી લીધો હતો. પરપ્રાંતિય ખેત મજૂર એવા શખ્સ પાસે આ હથિયાર અંગે કોઈ આધાર પરવાના ન હોવાથી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી, આ શખ્સનો કબજો વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, ભીખાભાઈ ગાગીયા, નિર્મલભાઈ આંબલીયા તથા જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.