જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં ‘વન ડે વન વોર્ડ’ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે તા. 17 ના રોજ વોર્ડ 15 માં આવતા વિસ્તારોમાં શંકર ટેકરી વલ્લભ નગર, નહેરુ નગર, ગોકુલ નગર, ગ્રીન સીટી, સીધી સ્કૂલ સામે થી ઇવા પાર્ક મેન રોડ તેમજ લગત સોસાયટી વિગેરે વિસ્તારમાં સફાઈ તેમજ ડી.ડિ.ટી. પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં 1 જે.સી.બી. અને 2 ટ્રેકટર તેમજ 98 જેટલા સફાઈ કર્મચારીઓ રોકાયેલ હતા.