ઉત્તર ગુજરાતના પાટણમાં ઈતિહાસ રચાયો. પાટણમાં કિર્તીદાનના ડાયરમાં રોટલા-રોટલીની ઘોળ પાટણના રોટલીયા હનુમાનને રોટલા – રોટલી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે.
પાટણના રોટલીયા હનુમાન મંદિરે સોનુ-ચાંદી આભૂષણોના બદલે પેંડા, શ્રીફળને બદલે રોટલા-રોટલી પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે. મંદિરને એક વર્ષ પૂર્ણ થતા દાદાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવીએ જમાવટ કરી હતી. આ લોક ડાયરામાં રૂપિયાની સાથે રોટલીનો પણ વરસાદ થયો હતો. ડાયરામાં પ્રવેશ માટે એક વ્યક્તિના એક રોટલો કે 10 રોટલી લાવનારને પ્રવેશ મળતો હતો.
View this post on Instagram
આ ડાયરામાં જીવદયા પ્રેમી લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. મુંગા પશુ પંખીઓ તેમજ શ્ર્વાનને ભોજન પુરુ પાડવાના હેતુથી આ ડાયરો યોજાયો હતો. કિર્તીદાન પર રોટલા રોટલી સાથે રૂપિયાનો પણ વરસાદ થયો હતો. પાટણ ખાતે યોજાયેલ લોક ડાયરામાં આશરે 20 લાખ થી વધુની આવક દાદાના લાભાર્થે તેમજ 50 હજારથી વધુ રોટલા-રોટલી આવી હતી.