Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરસલાયામાં લૂડો ગેમ પર જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

સલાયામાં લૂડો ગેમ પર જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રોકડ તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઇન્ચાર્જ વી.એન. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઈ ડાંગર તથા હિતેન્દ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયાના સ્ટેશન રોડ વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં લાકડાના કેરમમાં લૂડો રમત રમી અને જુગારની હારજીત કરી રહેલા અનવર ઉર્ફે ડાડો કુંગો તાલાબભાઈ, સાલેમામદ જુસબ ચબા, રસીદ સુલેમાન ચમડિયા, જાકુબ અબ્દુલ ભાયા, ઉમર ફારુક સુલેમાન સુંભણીયા, સિદીક ઉમર સંઘાર અને અજીજ જુસબ સંઘાર નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 10180 રોકડા તથા રૂા. 16,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તેમજ રૂા. 500 ની કિંમતનું કેરમ મળી કુલ રૂપિયા 26,680 નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કામગીરી સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા, એએસઆઈ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ ચૌહાણ, ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular