Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ‘વર્લ્ડ હેલ્થ ડે’ની ઉજવણી

એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ‘વર્લ્ડ હેલ્થ ડે’ની ઉજવણી

તબીબી વિદ્યાર્થીઓ દ્વારા લોક જાગૃત્તિના ભાગરૂપે નુકકડ નાટક, જન જાગૃતિ રેલી, કેસ પ્રેઝેન્ટેશન, રંગોલી - પોસ્ટર મેકીંગ સ્પર્ધા વિગેરે પ્રવૃત્તિઓ યોજાઈ

- Advertisement -

એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી મેડિસીન વિભાગ દ્વ્રારા વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે કાર્યક્રમમાં ડો.ગૌરવ ગાંધીએ જીવનમાં રોગ પહેલાની કાળજી તથા રોગને થતો અટકાવવાના પગલાં પર ભાર મુકીને આરોગ્યલક્ષી માહિતી આપી હતી સાથે ડીન ડો.નંદિની દેસાઈએ કોમ્યુનિટી મેડિસીનની કોમ્યુનિટી તેમજ હોસ્પિટલમાં અગત્યની ભુમિકા તથા લોક હિતમાં થતા કાર્યો વિશે જાણકારી આપી હતી.

- Advertisement -

કાર્યક્રમમાં તબીબી વિદ્યાર્થીઓ તેમજ રેસિડેન્ટ ડોકટર્સએ લોકોની વચ્ચે જઇને વ્યસન મુક્તિ, રસીકરણ, તેમજ માસિક દરમિયાન સ્વચ્છતા જેવી લોકોને સ્પર્શતી બાબતો વિશે લોકજાગૃતિના ભાગરૂપે નુક્ક્ડ નાટક યોજ્યા હતાં. તેમજ વહેલી સવારે જનજાગૃતિના ભાગરૂપે મેડીકલ કોલેજ, પટેલ કોલોની, રામેશ્વર, હિમતનગર રોડ સહીતના વિસ્તારોમાં આરોગ્યના મુદ્દાઓ દર્શાવતા પોસ્ટર અને સુત્રો સાથે લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ત્યાર બાદ કોલેજમાં આરોગ્ય અને હેલ્થ પોલિસી જેવી બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર ડીબેટ સ્પર્ધા, સીકલ શેલ એનેમિયા, ટી.બી, માનસિક સ્વાસ્થ્ય, ન્યુમોનિયા, જેવા મુદ્દાઓને લઇને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કેસ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતુ સાથે રંગોલી-પોસ્ટર મેંકીગ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.

- Advertisement -

આ તમામ સ્પર્ધાઓને લીધે તબીબી વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયે ઉંડી સમજ, નવી સ્કીલ, તેમજ અભ્યાસની સાથે સાથે નવા વિષયો જાણવાની ઉત્સુકતા તેમજ પ્રભાવ વધે એ હેતુથી આ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાત્મક પ્રવૃતિઓમાં નિર્ણાયક તરીકે ડો.દિપેશ પરમાર, ડો.જે.પી.મહેતા, ડો.નરેશ મકવાણા, ડો.સુમિત ઉનડકટ, ડો.ઇલેશ કોટેચા, ડો.વિરલ શાહ, ડો.કિશોર ધડૂક, ડો.રોહિત રામ, ડો.નવનીત પઢિયાર, ડો.કપિલ ગંઢા, ડો.મિથુન સંઘવી, ડો.પ્રદીપ પિઠડીયા, ડો.સુધા ખંભાતી ઉપસ્થિત રહ્યા હતાં જેમાં પ્રથમ, દ્રિતિય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે તેમજ નવી બાબતો શિખવામાં રૂચિ વધે એ હેતુથી ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડો.દીપક તીવારી, મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ, ડો.દિપેશ પરમાર કોમ્યુનિટિ મેડિસીન વિભાગના વડા, ડો.જે.પી.મહેતા, ડો.નરેશ મકવાણા, તમામ ફેકલ્ટી, સાથે તમામ રેસિડેન્ટ ડોક્ટરોએ જહેમત ઉઠાવી હતી. સિનિયર રેસિડેન્ટ ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર સાથે ઇન્ટર્ન ડોક્ટરો અને યુજી એ સમગ્ર કાર્યક્રમનુ સંકલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular