Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરના લાંબા ગામમાં દંપતી ઉપર તેના કૌટુંબિકો દ્વારા હુમલો

કલ્યાણપુરના લાંબા ગામમાં દંપતી ઉપર તેના કૌટુંબિકો દ્વારા હુમલો

સેઢા ખેડવા બાબતે ચાલતા મનદુ:ખમાં સમજાવવા જતાં મામલો બિચકયો : આઠ શખ્સો દ્વારા વાહનોના કાચ તોડી નાખ્યા : યુવાન અને તેના પત્ની તથા પુત્રને ઈજા : પોલીસ દ્વારા આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રહેતો યુવાન ખરાબાની જમીન ખેડવા બાબતે ચાલતા મનદુ:ખમાં સમજાવવા જતા આઠ શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર હુમલો કરી પથ્થરમારામાં વાહનના કાચ તોડી નાખ્યા હતાં તેમજ બે મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા દુલાભાઈ પાલાભાઈ ભાંગરા નામના 42 વર્ષના રબારી યુવાનના ભાઈ રૂપાભાઈની જમીનના શેઢે આ જ વિસ્તારમાં રહેતા તેમના કુટુંબી રાણા ભીમા ભાંગરા અને કારા રાણા ભાંગરાની ખરાબાની જમીન આવેલ હોય, તે જમીનનો શેઢો અવારનવાર ખેડતા હોવાથી આ બાબતે ચાલ્યા આવતા મનદુ:ખ સંદર્ભે ફરિયાદી દુલાભાઈ વિગેરેએ પંચના માણસોને સમજાવવા મોકલતા આ બાબતનું મનદુ:ખ રાખી, રાણા ભીમા ભાંગરા, કારા રાણા ભાંગરા, રાજા વરસિંગ ભાંગરા, બાબુ જેઠા ભાંગરા, રાણા ભીમા ભાંગરા, કારા રાણા ભાંગરા, રાજા વરસિંગ ભાંગરા અને બાબુ જેઠા ભાંગરા નામના આઠ શખ્સોએ એકસંપ કરી અને બોલેરો વાહનમાં જતા ફરિયાદી વિગેરે પર હુમલો કરી પથ્થરનો ઘા મારીને બોલેરો વાહનના કાચ તોડી પાડવા તથા લાકડી અને છુટા પથ્થરના ઘા મારીને ફરિયાદી તથા તેમના ભાઈના પત્ની લખમાબેન તેમની પુત્રી ભાવિશાબેન વિગેરેને નાની મોટી ઇજાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં આઠેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 506 (2), 341, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular