મંગળવારથી જામનગર સહિત રાજયભરમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે શુક્રવારે સવારે ધો. 10માં બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું. જેમાં 88 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. જયારે ગઇકાલે ધો. 12ના આંકડાશાસ્ત્રના પેપરમાં 48 વિદ્યાર્થીઓ અને રસાયણ વિજ્ઞાનના પેપરમાં 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા.
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે ધો.10માં બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું. જેમાં કુલ 14471 વિદ્યાર્થીઓ પૈકી 14183 વિદ્યાર્થીઓ હાજર અને 288 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. જયારે ગઇકાલે બપોર બાદ ધો. 12માં આંકડા શાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાયા હતા જેમાં આંકડાશાસ્ત્રના પેપરમાં કુલ 4893 વિદ્યાર્થીઓ પૈકી 4845 વિદ્યાર્થીઓ હાજર અને 48 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. તેમજ રસાયણ વિજ્ઞાનના પેપરમાં કુલ 1801 વિદ્યાર્થીઓ પૈકી 1783 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. અત્યાર સુધીમાં જામનગરમાં એકપણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી. એકંદરે પેપરો સરળ હોય વિદ્યાર્થીઓમાં પણ રાહત જોવા મળી રહી છે.
આજે જામનગરમાં ધો. 10ના બેઝિક ગણિતના પેપરમાં 288 વિદ્યાર્થીઓ ગેરહાજર
ગઇકાલે લેવાયેલી ધો. 12ની પરીક્ષામાં આંકડાશાસ્ત્રના પેપરમાં 48 તથા રસાયણ વિજ્ઞાનના પેપરમાં 18 વિદ્યાર્થીઓ ગેરહાજર