કેનેડામાં ભણવા ગયેલા 700 ભારતીય વિદ્યાથિઓ હાલ સંકટમાં મુકાયા છે. તે તમામના વિઝા બોગસ જણાતા કેનેડા સરકાર દ્વારા તેમને ભારત પાછા મોકલવા નોટિસો આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જલંધરની એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસના બ્રિજેશ મિશ્રા પાસેથી 700 વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યાં હતાં.
કેનેડાના શિક્ષણ અધિકારીઓને તેમના પ્રવેશની દરખાસ્ત નકલી જણાઈ હતી. સીબીએસએ પાસેથી તેમને ડિર્પોટેશન નોટિસ મળી છે. આ વિદ્યાર્થીઓ લગભગ બધાએ અભ્યાસ પૂર્ણ કરી વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેમના વિઝા બોગસ જણાયા હતાં. પીઆર માટે અરજી કરી ત્યારે તેમની સાથે રમત રમાઈ હોવાનું જણાઈ હતું.
વાલીઓએ વિઝા એજન્ટનો સંપર્ક કરતા જવાબ મળતો ન હતો. ઓફિસે તાળા લાગી ગયા હતાં. કેનેડામાં આ પ્રકારનું ફ્રોડ પ્રથમવાર બહાર આવ્યું હતું. સીબીએસએના અધિકારીઓ હવે આ પીડિત વિદ્યાર્થીઓ પોતે નિર્દોષ હોવાના દાવાઓને સ્વીકારી નથી રહ્યા. કેનેડીયન એજન્સી વિઝા અને એરપોર્ટ અધિકારીઓની નિષ્ફળતાનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી.
બોગસ દસ્તાવેજો કરનારો બ્રિજેશ મિશ્રા અગાઉ 2023 માં બોગસ વિદેશી દસ્તાવેજો બનાવીને છેતરપિંડીમાં પકડાયો હતો અને તેની ધરપકડ કરી હતી. બ્રિજેશ મિશ્રા હાલ ફરાર થયો છે. તેની વેબસાઈટ પણ બંધ કરાઇ છે. હાલમાં આ 700 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાતું જોવા મળી રહ્યું છે.