Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતસોમવારથી રાજયના 96000 કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે

સોમવારથી રાજયના 96000 કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને 1600 રૂપરડી ‘પગાર’ આપવામાં આવે છે

- Advertisement -

ત્રણ દાયકાથી વધુ સમયથી નજીવા વેતનથી કામ કરતા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓના પ્રશ્ર્ને સૌરાષ્ટ્રના 17000 કેન્દ્રના 52000 સહિત રાજયના 96000 કર્મચારીઓ આગામી સોમવારથી ગાંધીનગરમાં બેમુદતી હડતાલ પડવાનું એલાન કરવામાં આવેલ છે.

- Advertisement -

રાજય સરકાર દ્વારા જે બજેટ રજુ કરેલ તેમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીને અન્યાય થયો છે. લગભગ કર્મચારીની આશા હતી કે આ વખતે બજેટમાં પગાર વધારવામાં આવશે. પરંતુ મધ્યાહન ભોજન યોજનાના 96000 કર્મચારી નિરાશ થયા છે અને કર્મચારીમાં ઘણો જન અસંતોષ અને આક્રોશ ઉભો થયો છે કારણ કે, શિક્ષણ મંત્રી દ્વારા અનેક વાર મૌખિક વેતન વધારાની સહમતી દર્શાવેલ પરંતુ આ બજેટમાં કોઇ જાતનો વધારો ન કરતા કર્મચારીઓને અન્યાય થયો છે. અત્યારે કર્મચારીઓને માત્ર 1600 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. આટલી નજીવી રકમમાં ઘર કેમ ચલાવવું તેવો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે.

મુખ્ય ત્રણ પ્રશ્ર્ન જેવો કે માનદ વેતનમાં વધારો કરીને લધુતમ વેતન આપવું એનજીઓ પ્રથા નાબૂદ કરવી તેમજ નવા મેનુમાં જે નાસ્તાની જોગવાઇ છે તે નાસ્તા આપવો અથવા નાસ્તો રદ કરી જૂના મેનુ મુજબ એક ટાઇમ ભોજન કરવું આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવા લડત ચલાવવા નકકી કરવામાં આવ્યું છે તેમ ઓલ ગુજરાત રાજય મઘ્યાહન ભોજન કર્મચારી જોશીએ જણાવ્યું છે.

- Advertisement -

આગામી તા.15/3/2021ના રોજથી અચોકકસ મુદત માટે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું એલાન આપવામાં આવ્યું છે. આંદોલનમાં 17 જિલ્લાના અંદાજીત 2000 કર્મચારી ઉપવાસમાં બેસશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular