- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓમાં ગઈકાલે શુક્રવારે પાંચમા દિવસે એચ.એસ.સી. વિભાગની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જીવ વિજ્ઞાન વિષયના પેપરમાં કુલ 257 પૈકી 252 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 5 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં ભૂગોળની પરીક્ષામાં શુક્રવારે કુલ 1921 પૈકી 47 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ત્યારે આ જ પ્રવાહના એસ.પી.સી.સી વિષયના પેપરમાં 1935 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 44 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. આમ, ગઈકાલે કુલ 96 વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા.
- Advertisement -