ગુજરાતમાં દારુબંધી હોવા છતાં રોજે અનેક શખ્સો વિવિધ રીતે અન્ય જીલ્લાઓ કે રાજયમાંથી દારુની હેરાફેરી કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. પરંતુ છોટા ઉદેપુર જીલ્લાના બોડેલીમાંથી દારૂની સપ્લાયનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સે એસટી બસમાં લગેજની ટીકીટ લઇને દારૂની ૯૩ બોટલોની હેરાફેરી કરી નાંખી.
લગામી ગામનો વિનેશ દલસુખ રાઠવા પોતે આણંદમાં કડીયાકામ કરતો હોવાથી ત્યાં જવા માટે સામાન લઈને નીકળ્યો હતો. અને સાથે એક થેલામાં વિદેશી દારૂની 93 નંગ બોટલ પણ લીધી હતી. આ બસ છોટાઉદેપુરથી અમદાવાદ જઈ રહી હતી. વીનેશ દલસુખ પાસે સામાન હોવાથી તેણે લગેજનિ ટીકીટ પણ લીધી હતી. પરંતુ બસ ઉપડીને બોડેલી આવી ત્યારે ડ્રાઈવર કે એમ કંડક્ટરે ડીકી ખોલતા તેને આ પોટલાં ઉપર શંકા જતાં તેને તપાસ કરી જેમાં વિદેશી દારૂ જણાઈ આવતા તેને ડેપોમાં અધિકારીને જાણ કરીને પોલીસને જાણ કરી હતી. બાદમાં બોડેલી પોલીસે આવીને પોટલું ખોલીને જોતા તેમાંથી દારૂની ૯૩ બોટલ મળી આવી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી આરોપીએ આ અગાઉ પણ એક વખત આવું કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેઓ પોતાના માટે દારૂ પીવા માટે આણંદ લઇ ગયા હોવાનું જણાવ્યું હતું.