જામનગર એસઓજી એ પંચેશ્વર ટાવર નજીક આવેલ એક સોડાશોપની દુકાનમાંથી નશાકારક કેફી પીણું પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજી સ્ટાફના હે.કો. શોભરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ ગાંધી સોડા શોપ નામની દુકાનમાંથી નશાકારક કેફી પીણું KALMEGHASAVA ASAVA ARISHTA ની 18 નંગ બોટલ તથા STONEARISHTHA ASAVA ARISHTA ની 75 નંગ બોટલ મળી કુલ રૂ 13,932નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી