ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર ખજુરિયા ગામની સીમા સ્થાનિક પોલીસએ જુગાર દરોડો પાડી, તીનપતિ નામનો જુગાર રમી રહેલા વેજાણંદ રામભાઈ ગોરીયા, ભીમા વજશી ડાંગર અને અરસી રામભાઈ ગોરીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 12,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન દવુ ચંદ્રવાડીયા, દેવશી ચંદ્રવાડીયા, દેવાત નંદાણીયા અને કિશોર બોઘા ગોજીયા નામના ચાર શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે રૂપામોરા ગામની સીમમાં જુગાર રમી રહેલા કેસુ જેસા કરથિયા, વશરામ હમીર કરથિયા, પરસોતમ અરશી નનેરા, માલદે ભોજા પિપરોતર, ગોવા હરજી સોલંકી અને ભરત મેસુર મેથાણીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 30,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.